Header Ads Widget

Responsive Advertisement

Letest Update

6/recent/ticker-posts

ઇ-શ્રમ કાર્ડ સહાય યોજના...






ઇ-શ્રમ કાર્ડ સહાય યોજના...

 ઇ-શ્રમ કાર્ડ બનાવડાવો અને મેળવો બે લાખ રૂપિયાનો મફત વીમો...

👉 શું લાભ થશે?

       રૂપિયા બે લાખનો મફત વિમો.
<< કોને મળવા પાત્ર છે. 👇

એવા તમામ વ્યક્તિઓ કે જેમની ઉંમર ૧૬ થી ૫૯ વર્ષ વચ્ચેની છે

 શ્રમ વિભાગની લાગુ પડતી યોજનાઓ નો લાભ જેવી કે, બાળકોને શિષ્યવૃતિ, સાયકલ, સિલાઈ મશીન તેમજ પોતાના કામ માટે જરૂરી ઉપકરણ વિગેરે.
ભવિષ્યમાં રાશનકાર્ડને આની સાથે લિંક કરવામાં આવશે જેથી દેશની કોઈપણ રાશનની દુકાનથી રાશન પણ મળી શકશે.
વાસ્તવમાં આપની આસપાસ જોવા મળતા પ્રત્યેક શ્રમયોગીઓના આ કાર્ડ બની શકે છે. વિવિધ પ્રકારના શ્રમયોગીઓ કે, જેમના ઈ-શ્રમ કાર્ડ બની શકે છે તે નીચે મુજબ છે.
ઘરના નોકર /નોકરાણી (કામવાળી બહેનો), રસોઈ કરવાવાળી બહેનો (રસોઈયા), કુલી, રિક્ષાચાલક, લારીમાં કોઈપણ પ્રકારનો સામાન વેચવાવાળા, ખાવાની વસ્તુને લારીમાં વેચનાર, હાટડીવાળા, ચા વાળા, હોટલના નોકર/ વેઇટર, રિસેપ્શનિસ્ટ પૂછપરછ વાળા ક્લર્ક, ઓપરેટર, પ્રત્યેક દુકાનમાં કામ કરનાર/સેલ્સમેન/હેલ્પર, રિક્ષાચાલક, ડ્રાઇવર, પંચર રીપેર કરવા વાળા, બ્યુટીપાર્લરમાં કામ કરનાર, મોચી, દરજી, લુહાર, વાળંદ, પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન, કલર કામ કરનાર(પેઈન્ટર), વણકર, ગૃહ ઉધ્યોગ ચલાવનારા, કુટિર ઉધ્યોગમાં રોકાયેલા, ટાઇલ્સ
વાળા, વેલ્ડીંગ વાળા, ખેત મજૂરો, મનરેગા વર્કર, MDM વર્કર, ઇંટ ભઠ્ઠાના શ્રમયોગીઓ, પથ્થર તોડવા વાળા, મૂર્તિ બનાવવા વાળા, માછીમાર, પશુ ચરાવનાર, ડેરીવાળા, તમામ પશુપાલકો, પેપર આપવાવાળા, ઝોમેટો, સ્વિગીના ડીલીવરી બોય (કુરિયર વાળા), એમેઝોન, ફ્લિપકાર્ટ ના ડીલીવરી બોય, નર્સ, વોર્ડબોય, આયા, મંદિરના પૂજારી, વિવિધ સરકારી કચેરીઓના દૈનિક વેતન શ્રમયોગી,‌ આંગણવાડી કાર્યકર્તા સહાયિકા, આશાવર્કર જેવા તમામ વ્યવસાયના વ્યક્તિઓનું રજીસ્ટ્રેશન થઇ શકે છે.

:: રજીસ્ટ્રેશન માટે જરૂરી ડૉક્યુમેન્ટ ::

આધાર કાર્ડ
બેન્ક અકાઉન્ટ નંબર
મોબાઈલ નંબર

<< કોને કોણ પાત્ર નથી.

જે ઇન્કમ ટેક્સ ભરતા હોય અને જે CPS/NPS/EPFO/ESIC ના સદસ્ય હોય.







Post a Comment

0 Comments