Header Ads Widget

Responsive Advertisement

Letest Update

6/recent/ticker-posts

ધોરણ 10 અને 12 ડુપ્લિકેટ માર્કશીટ મેળવવા માટે ઓનલાઈન અરજી..


                                               
ધોરણ 10 અને 12 ડુપ્લિકેટ માર્કશીટ મેળવવા માટે ઓનલાઈન અરજી..

ધો. ૧૦ અથવા ૧૨ ની માર્કશીટ ઓનલાઈન મેળવો..

નીચેના દસ્તાવેજો માટે ઓંનલાઇન અરજી કરી શકો છો.
  • ડુપ્લીકેટ માર્કશીટ (ધોરણ ૧૦/ ધોરણ ૧૨)
  • માર્કશીટ ખોવાઈ ગઈ હોય તો
  • માર્કશીટ સુધારો કરીને નવી મેળવવી
  • માઈગ્રેશન સર્ટીફીકેટ ( ધોરણ ૧૦ / ૧૨ પાસ)
  • ઈકવિલેન્ટ સર્ટિફિકેટ (સમકક્ષ પ્રમાણ પત્ર)
(વિદ્યાર્થીઓને ડુપ્લીકેટ માર્કશીટ પ્રમાણપત્ર, માઇગ્રેશન અને સમકક્ષતા પ્રમાણપત્ર લેવા માટે ગાંધીનગર જવાની જરૂર નથી...

1. માઈગ્રેશન સર્ટિફિકેટ( ધોરણ ૧૦ / ૧૨ પાસ)
  • માઈગ્રેશન પ્રમાણપત્ર ફી રૂ. 100. રહેશે.
  • માર્કશીટની ઝેરોક્ષ
  • L.C ની ઝેરોક્ષ
  • ID Proof ઝેરોક્ષ( લાયસન્સ , આઘારકાર્ડ, ચુંટણીકાર્ડ, પાસપોર્ટ)
::: નોંધ :::

>>> ધો. ૧૨ માં ખાનગી ઉમેદવાર તરીકે પરીક્ષા આપનાર વિદ્યાર્થીએ Passing Certificate ફરજિયાત Upload કરવું. 
>>> ધોરણ ૧૦ નાપાસ, ધોરણ ૧૧ પાસ તથા ધોરણ ૧૨ નાપાસ વિદ્યાર્થીને માઇગ્રેશન સર્ટિફિકેટ જે તે જીલ્લાની DEO(જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી) માંથી મેળવવાનું રહેશે.

2. ડુપ્લીકેટ માર્કશીટ / પ્રમાણપત્ર (ધોરણ ૧૦/ ધોરણ ૧૨)
  • માર્કશીટની ઝેરોક્ષ / પાસીંગ સર્ટીની ઝેરોક્ષ / શાળાનો આચાર્યનો letter head/ Hall Ticket (જેમાં Seat Number તથા પરીક્ષા નું વર્ષ સ્પષ્ટ દર્શાવેલ હોય - કોઈ પણ એક ફરજીયાત Upload કરવું)
  • ID Proof ની ઝેરોક્ષ
ધોરણ-૧૦/૧૨ ડુપ્લીકેટ / સર્ટીફીકેટ માત્ર પાસ વિદ્યાર્થીઓને જ મળવાપાત્ર છે.

::: નોંધ :::

>>>> સેમેસ્ટર (સાયન્સ) અને રીપીટર (એક થી વધુ પ્રયત્ને) પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીને જુદા-જુદા વર્ષની માર્કશીટ લેવા + બટન પર ક્લીક કરી પાસ કર્યાનું વર્ષ તથા સીટ નંબર નાખવાથી માર્કશીટ મેળવી શકશે.

3. ઈકવિલેન્ટ સર્ટિફિકેટ (સમકક્ષતા પ્રમાણ પત્ર)

સમકક્ષતા પ્રમાણપત્ર ફી રૂ. 200 રહેશે.
  • 10  ની માર્કશીટની ઝેરોક્ષ
  • ધોરણ ૧૦ L.C ની ઝેરોક્ષ
  • ડિપ્લોમા છેલ્લા બે સેમેસ્ટરની માર્કશીટ ઝેરોક્ષ
  • ડિપ્લોમા પ્રોવીઝનલ સર્ટી / કોન્વોકેશન સર્ટી
  • ID Proof ની ઝેરોક્ષ
::: નોંધ :::

>>>> ધોરણ ૧૦ પછી પોલીટેકનિકમાં ૩ વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલ હોવો જોઈએ.
>>>>ધોરણ ૧૦ પછી બે વર્ષ કે તેથી વધુ સમયનો ITI (N.C.V.T અને G.C.V.T માંથી) નો કોર્ષ કરેલ હોય અને ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડની ધોરણ ૧૨ અંગ્રેજી વિષય અથવા ગુજરાત ઓપન >>>>સ્કુલ એક્ઝામિનેશન અંગ્રેજી વિષયની પરીક્ષા પાસ કરે તો ધોરણ ૧૨ ને સમકક્ષ પ્રમાણપત્ર આપવામાં આવે છે.

👉 ધોરણ ૧૦ પછી ITI કરેલ હોય તેના માટે જરૂરી આઘાર પુરાવા
  • ધોરણ ૧૦ ની માર્કશીટની ઝેરોક્ષ
  • ધોરણ ૧૦ ની L.C ની ઝેરોક્ષ
  • ITI ના બધાજ વર્ષના સેમેસ્ટરના માર્કશીટ/પ્રમાણપત્ર ની ઝેરોક્ષ
  • ધોરણ ૧૨ અંગ્રેજી વિષય પાસની માર્કશીટની ઝેરોક્ષ
  • ID Proof ની ઝેરોક્ષ
👉 ધોરણ ૮ / ધોરણ ૯ પાસ પછી ITI બે વર્ષનો કોર્ષ કરેલ હોય (N.C.V.T અને G.C.V.T માંથી) તો ધોરણ ૧૦ ને સમકક્ષ પ્રમાણપત્ર આપવામાં આવે છે.
ધોરણ ૮ / ધોરણ ૯ પાસ પછી ITI નો બે વર્ષનો કોર્ષ કરેલ હોયતો ધોરણ ૧૦ ની ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડની ગુજરાતી તથા અંગ્રેજી વિષય પરીક્ષા પાસ કરવી જરૂરી છે.
  • ધોરણ ૮ / ધોરણ ૯ પાસની માર્કશીટની ઝેરોક્ષ
  • L.C ની ઝેરોક્ષ
  • ITI ના બધાજ વર્ષના સેમેસ્ટરના માર્કશીટ/પ્રમાણપત્ર ની ઝેરોક્ષ
  • ધોરણ ૧૦ માં ગુજરાતી અને અંગ્રેજી વિષય પાસની માર્કશીટ ની ઝેરોક્ષ
  • ID Proof ની ઝેરોક્ષ
કોઈપણ દસ્તાવેજ મેળવવા માટે ચૂકવેલ ફી પરત મળવા પાત્ર નથી.

<> <> વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપમાં અથવા ડેસ્કટોપમાં ઓપન કરો. 
રજીસ્ટ્રેશન માટે 
https://www.gsebeservice.com/Web/register
લૉગિન માટે 
https://www.gsebeservice.com/Web/login



Post a Comment

0 Comments