Header Ads Widget

Responsive Advertisement

Letest Update

6/recent/ticker-posts

વન રક્ષક બીટગાર્ડની ભરતી પસંદગી પ્રક્રિયા અંગે માહિતી ...

રાજય સરકાર દ્વારા વન રક્ષક બીટગાર્ડની ભરતી...

પોસ્ટ : ફોરેસ્ટ ગાર્ડ (બીટ ગાર્ડ)

<< ફોરેસ્ટ ગાર્ડ પસંદગી પ્રક્રિયા >>



ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ક્રમાનુસાર 2 (બે તબક્કામાં યોજાશે...
પ્રથમ તબક્કો હેતુલક્ષી પ્રશ્નોવાળી OMR પદ્ધતિથી લેવાનાર લેખિત પરીક્ષા રહેશે....
બીજો તબક્કો શારીરિક ક્ષમતા કસોટી રહેશે...
બંને તબક્કામાં સફળ થયેલ ઉમેદવારોએ વોકિંગ ટેસ્ટ પાસ કરવાનો રહેશે...

<<< શારીરિક ક્ષમતા કસોટી >>>
👇👇👇


<< લેખિત પરીક્ષા અભ્યાસક્રમ >>
👇👇👇



********************************************************************


અગત્યની ખાસ સૂચના : જે વિદ્યાર્થીઓ/ઉમેદવારનું નું ફોર્મ ભરાઈ ગયું છે, તેમણે પોતાનું ફોર્મ વ્યવસ્થિત ચેક કરી લેવું. અને જો ફોર્મમાં કોઈ ભૂલ હોય તો તારીખ 15 નવેમ્બર પહેલા ફોર્મ માં સુધારો (નવી અરજી) કરી લેવી... તારીખ 15 નવેમ્બર પછી કોઈપણ સુધારા થઈ શકશે નહીં....

છેલ્લા દિવસે સાઇડ ના ચાલતા ફોર્મ ભરવા માટે છેલ્લા દિવસની રાહ ન જોવી...


કુલ જગ્યા : 823

લાયકાત : એચ.એસ.સી (ધોરણ-૧૨) અથવા તેની સમકક્ષ સરકારશ્રી માન્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઇશે.

<< ફોર્મ માટે અગત્યની તારીખ >>

ફોર્મ શરૂ તા. : 01/11/2022 (15:00 કલાકથી)
ફોર્મ માટે છેલ્લી તા. : 15/11/2022 (રાત્રિના 23:59 કલાક સુધી)

ઉંમર : 18 થી 34 વર્ષ



::: લેખિત પરીક્ષાના માપદંડ :::

(1) ભરતી માટે લેખિત પરીક્ષા અનિવાર્ય છે. આ લેખિત પરીક્ષામાં MCQ (Multipule choice Question) પ્રકારના ૧૦૦ પ્રશ્નો રહેશે અને સદરહુ લેખિત પરીક્ષા ઓપ્ટીકલ માર્ક રીડીંગ (OMR) પધ્ધતિથી લેવામાં આવશે. લેખિત પરીક્ષામાં ૨ ગુણના ૧૦૦ પ્રશ્નો લેખે કુલ ૨૦૦

(2) ગુણની રહેશે અને પરીક્ષાનો સમય ૨ કલાક રહેશે. દરેક ખોટા જવાબ માટે મેળવેલ ગુણમાંથી ૦.૨૫ ગુણ (૦.૨૫ % નહિ પરંતુ ૦.૨૫ ગુણ) કમી કરવામાં આવશે. (નેગેટીવ માર્કીંગ લાગુ પડશે.) ૦.M.R. શીટમાં સફેદ શાહી (white ink) નો ઉપયોગ કરી શકાશે નહિ. જો કોઇ ઉમેદવાર કોઇ પ્રશ્નના જવાબમાં સફેદ શાહી (white ink) નો ઉપયોગ કરશે તો તે જવાબ ખોટો ગણી નેગેટીવ માર્કસ આપવામાં આવશે.

લેખિત પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે.

(1) લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ વનરક્ષક વર્ગ-૩ ના The Forest Guard, Class-III, Competitive Examination For Direct Recruitment Rules, 2016 ના પરિશિષ્ટ-૧ અનુસાર રહેશે અને લેખિત પરીક્ષામાં વિવિધ વિષયને નીચે મુજબ વેઇટેજ આપવામાં આવશે.


***********************************************************************************
રાજ્ય સરકારનો વધુ એક મહત્વનો નિર્ણય
રાજ્યમાં વનરક્ષક-બીટગાર્ડની ૮૨૩ જગ્યાઓ સીધી ભરતીથી ભરાશે
ભરતી પ્રક્રિયાની જાહેરાત ટૂંક સમયમાં આવશે
ઓનલાઈન ફોર્મ સબમીટ કરવાની પ્રક્રિયા તા.૧/૧૧/૨૦૨૨ થી તા.૧૫/૧૧/૨૦૨૨ સુધીની રહેશે
ઉમેદવારોના હિતમાં તેમનો કિંમતી સમય બચે તે માટે ફી ભરવા માટે e pay સિસ્ટમ લાગુ કરવામાં આવશે.



>>> ગાંધીનગર : વન અને પર્યાવરણ સ્થિતિ રાજ્યના યુવાઓને સરકારી સેવાઓનો લાભ મળે તે માટે રાજ્ય સરકારે વાર્ષિક ભરતી કેલેન્ડર તૈયાર કરીને ભરતીઓ તબક્કાવાર કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે રાજ્યના વનવિભાગ હસ્તકની વર્ગ-૩ની વનરક્ષક (બીટગાર્ડ)ની ૮૨૩ જગ્યાઓ સીધી ભરતીથી ભરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. વનમંત્રી કિરીટસિંહ રાણા અને રાજય વનમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ મીડિયાને વિગતો આપતા કહ્યું હતું કે, રાજ્યના યુવાનોને વધુને વધુ સરકારી સેવાઓનો લાભ મળે તે આશયથી આ મહત્વનો નિર્ણય કરાયો છે.

>>> મંત્રીએ ઉમેર્યું કે, વન વિભાગ હસ્તકની વનરક્ષક (બીટગાર્ડ)ની વર્ગ-૩ની કુલ–૮૨૩ જગ્યાઓ સીધી ભરતીથી કરાશે. આ ભરતી પ્રક્રિયા અંગેની જાહેરાત ટૂંક સમયમાં વર્તમાનપત્રમાં કરવામાં આવશે. જેમાં ઓનલાઈન ફોર્મ સબમીટ કરવાની પ્રક્રિયા તા.૧/૧૧/૨૦૨૨ થી તા.૧૫/૧૧/૨૦૨૨ સુધીની રહેશે. આ ભરતી પ્રક્રિયા દરમ્યાન ઉમેદવારોના હિતમાં તેમનો કિંમતી સમય બચે તે માટે ફી ભરવા માટે e pay સિસ્ટમ લાગુ કરવામાં આવશે. જેથી ઉમેદવારો પોતાના ઘરેથી પણ ફી ભરી શકશે અથવા નજીકની પોસ્ટ ઓફિસ જઈને ફી ભરી શકાશે. તેમણે ઉમેર્યું કે, ફોર્મની ખરાઈ કર્યા પછી માન્ય ફોર્મની સંખ્યા મુજબ પરિક્ષા કેન્દ્રોની ઉપલબ્ધતા વગેરે ધ્યાને લઈને શકય તેટલી જલદી પરિક્ષા લઈ સંપૂર્ણ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. આ પરીક્ષા માટે લાયકાત ધરાવતાં ઉમેદવારોને વિનંતી છે કે, પોતાના જરૂરી પ્રમાણપત્રો અધતન કરાવી લે જેથી ફોર્મ ભરવા સમયે મુશ્કેલી ના આવે.

>>> મંત્રી એ ઉમેર્યું કે, રાજય સરકાર દ્વારા યુવાનોના હિતમાં ત્વરીત નિર્ણય લઈ અગાઉ વહીવટી કારણોસર મોકૂફ રહેલ ભરતી પરિક્ષા પૂર્ણ કરી, નવેસરની ખાલી પડેલ જગ્યાઓ અંગે નવી ભરતી પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય કરાયો છે. બીટગાર્ડ વન અને વન્યપ્રાણીનું સંરક્ષણ અને સંવર્ધન માટે ખુબ જ પાયાની પોસ્ટ છે. સરકારને વિશ્વાસ છે કે, આવા બીટગાર્ડ મળવાથી વનો, વન્યપ્રાણીઓનું સંરક્ષણ-સંવર્ધન અને વનોના આજુબાજુ રહેતા આદિવાસીઓના ઉત્થાન માટે મદદરૂપ થશે.

>>> અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ વનરક્ષકની કુલ-૩૩૪ જગ્યાઓની પરીક્ષા લઈ સીધી ભરતી કરવા બાબતે જાહેરાત કરવામાં આવી હતી. જેમાં આ ૩૩૪ જગ્યાઓની ભરતી અંગેની પ્રક્રિયા સત્વરે પૂર્ણ કરી, ખાલી પડેલી બીટગાર્ડ, વર્ગ-૩ની ભરતી અંગેની નવી ભરતી પ્રક્રિયા પણ તરત જ હાથ ધરવાનો નિર્ણય કરાયો હતો. જે અનુસાર પરીક્ષા શારીરિક ક્ષમતા કસોટી પૂર્ણ કરાઈ છે. આ ૩૩૪ જગ્યાઓમાંથી સફળ ઉમેદવારો-૨૮૩.જેમાં ૪૮ જગ્યાઓ ખાલી રહી છે જેમાં નવી ૭૭૫ જગ્યાઓ ઉપરાંત બાકી રહેલ ૪૮ એમ મળી કુલ–૮૨૩ જગ્યાઓની નવી ભરતી પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય કરાયો છે.


Post a Comment

0 Comments