Header Ads Widget

Responsive Advertisement

Letest Update

6/recent/ticker-posts

MKBU (મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી) ભાવનગર દ્વારા માઈગ્રેશન સર્ટિ ફોર્મ શરૂ...

MKBU (મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી) ભાવનગર દ્વારા માઈગ્રેશન સર્ટિ ફોર્મ શરૂ...


વેબસાઇટ માટે : અહી ક્લિક કરો


માઈગ્રેશન સર્ટિફીકેટ માટે ની જરૂરી સૂચનાઓ   👇👇


માઈગ્રેશન સર્ટિફીકેટ અંગેની પ્રક્રિયા ઓનલાઈન હોય, વિદ્યાર્થી પાસે ઈ-મેઈલ આઈ.ડી. હોવું ફરજિયાત છે અન્યથા પ્રમાણપત્ર મળી શકશે નહિ.

ફરજિયાતપણે ઈ-મેઈલ આઈ.ડી. સાચું નાખવાનું રહેશે. ઈ-મેઈલ આઈ.ડી. બે વાર ચેક કરીને નાખવાનું રહેશે. ઈ-મેઈલ આઈ.ડી. ભૂલ હશે કે ખોટું ઈ-મેઈલ આઈ.ડી. નાખવામાં આવશે ટીપી પ્રમાણપત્ર મળી શકશે નહિ તે અંગેની પ્રક્રિયા અધૂરી રહેશે તેમજ આ અંગેની સઘળી જવાબદારી પ્રોવિઝનલ ફોર્મ ભરનાર સંબધિત સંસ્થા કે વિદ્યાર્થીની રહેશે.

માઈગ્રેશન સર્ટિફીકેટ અંગે ભરેલ ફી પરત મળવા પાત્ર નથી.

માઈગ્રેશન સર્ટિફીકેટ ફોર્મ સાથે જરૂરી આધારો જોડવા ફરજીયાત છે. આધારો અપલોડ ન કરેલ કે અધૂરા જોડેલ અથવા ખોટા આધારો અપલોડ કર્યેથી માઈગ્રેશન સર્ટિફીકેટ અત્રેથી જારી ન થાય તો તે અંગેની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થીની રહેશે. આ અંગે યુનિવર્સિટીની કોઇ જ જવાબદારી રહેશે નહીં.

માઈગ્રેશન સર્ટિફીકેટ ફોર્મ સાથે અપલોડ કરવાના નીચે મુજબના અસલ આધારો PDF ફાઇલમાં જ અપલોડ કરવાના રહેશે. જેની યાદી નીચે મુજબ છે.

પ્રત્યેક માર્કશીટ – અસલ માર્કશીટની સ્કેન કોપી જોડવી. ઝેરોક્ષ નકલ અપલોડ કર્યેથી ફોર્મ રદ થવા પાત્ર રહેશે.

મેડીકલ, ડેન્ટલ અને હોમિયોપેથીના વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલ અસલ ઇન્ટર્નશીપ કમ્પલીશન સર્ટિફિકેટની સ્કેન કોપી

નીચે જણાવેલ આધારો પૈકી કોઈપણ એક આધાર ફરજિયાત અપલોડ કરવાનો રહેશે.
  • એડમિશન ઓર્ડર
  • એલોટમેન્ટ લેટરની નકલ
  • પ્રવેશ મેળવેલ કોલેજ ખાતે ફી ભર્યાની અસલ પહોંચની સ્કેન કોપી
  • અસલ આઇડેન્ટિટી કાર્ડની સ્કેન કોપી
  • પ્રવેશ આપનાર કોલેજ દ્વારા વિદ્યાર્થીએ સંબંધિત કોર્સમાં પ્રવેશ મેળવેલ છે અને તે અન્વયે માઈગ્રેશન રજૂ કરવું તે અંગેનો અસલ પત્રની સ્કેન કોપી
  • અસલ બોનફાઇડ સર્ટિફિકેટની સ્કેન કોપી
બીજો/ચોથો શનિવાર અને રવિવાર તેમજ અન્ય જાહેર રજાના દિવસો સિવાયના દિવસોમાં ઓફિસ સમય દરમિયાન વેરિફિકેશન થઈ શકશે.

Post a Comment

0 Comments