Header Ads Widget

Responsive Advertisement

Letest Update

6/recent/ticker-posts

ધો.1 થી બાળકો ને પ્રાઈવેટ સ્કૂલમાં ફ્રી એડમિશન (વાલીની પસંદગીની કોઈ પણ પ્રાઈવેટ સ્કૂલમાં એડમિશન)


RTE  (Right to Education)

ધો.1 થી બાળકો ને પ્રાઈવેટ સ્કૂલમાં ફ્રી એડમિશન
(વાલીની પસંદગીની કોઈ પણ પ્રાઈવેટ સ્કૂલમાં એડમિશન)

પ્રવેશ માટે બાળકની જન્મ તારીખ  02/06/2015 થી 01/06/2017 ની વચ્ચે હોવી જોઈએ

ખાસ સૂચના : 
ફોર્મ વ્યવસ્થિત ભર્યા પછી સંપૂર્ણ પણે ચેક કરી લેવું જેથી કઈ ભૂલ ન રહી જાય.... 
ફોર્મની પ્રિન્ટ આવે ત્યારે પણ એક વાર ફોર્મ વ્યવસ્થિત ચેક કરી લેવું.... 
  • અસલ ડોક્યુમેન્ટ અપલોડ કરવા.
  • ઝાંખી અથવા વાંચી ન શકાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરશો તો ફોર્મ રીજેક્ટ કરવામાં આવશે.
  • ડોક્યુમેન્ટ ની સાઈઝ 450KB થી વધારે હોવી જોઈએ નહિ.
  • જો ભાડા-કરાર (રજીસ્તર્ડ) હોય તો એક કરતા વધારે પેજ PDF ફોમેટર્માં અપલોડ કરવા જેની સાઈઝ 5 MB થી નાની રાખવી.
  • ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટેના ના ફોર્મેટ: jpg, jpeg, png, pdf

વાલીઓ માટે ફોર્મ ભરવા અંગેની ખાસ સુચના:

>>>>   આપનું ફોર્મ રદ ન થાય તે માટે ફોર્મ ભરતા પહેલા હોમપેજ પર દર્શાવેલ ફોર્મ ભરવા માટેનાં આવશ્યક દસ્તાવેજો અને ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના દસ્તાવેજોની વિગત ધ્યાનપૂર્વક વાંચશો. અને માગ્યા મુજબના તમામ અસલ દસ્તાવેજો ચોક્કસાઈપૂર્વક અપલોડ કરશો. ઝાંખા, ઝેરોક્ષ કોપી અને ના વંચાય એવા ડોક્યુમેન્ટ અપલોડ થયેલ હશે તો ફોર્મ રીજેક્ટ થશે.

>>>>   તથા, રહેઠાણનો પુરાવો જો બે પેજમાં હોય તો બન્ને પેજ PDF સ્વરૂપે અપલોડ કરવાનાં રહેશે. દા.ત, ચુંટણી કાર્ડ અને આધાર કાર્ડમાં રહેઠાણની વિગત પાછળના ભાગે આપેલ હોઈ બન્ને પેજને PDF સ્વરૂપે ફરજિયાત પણે અપલોડ કરવાનું રહેશે. માત્ર આગળનું પેજ અપલોડ કરેલ હશે તો રહેઠાણની વિગતોની ચકાસણી થઈ ન શકવાના સંજોગોમાં આપનું ફોર્મ રદ થવાપાત્ર રહેશે. જેની ખાસ નોંધ લેશો.


RTE ઓનલાઈન ફોર્મ શરૂ થવાની તારીખ

30/03/2022 થી  11/04/2022 સુધી.
>>> અગત્યની તારીખો <<< 
⇓⇓⇓



અરજી મંજૂર કરવાની અને રિજેક્ટ કરવાની તા. : 30/03/2022 થી 16/04/2022 સુધી. 


R.T.E અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ

૧. વિદ્યાર્થીનો જન્મનો દાખલો
૨. વિદ્યાર્થીનું આધાર કાર્ડ
૩. માતાપિતાનું આધાર કાર્ડ 
૪. આવકનો દાખલો (મામલતદારનો)
૫. લાઇટબિલ , રેશનકાર્ડ , વેરા બીલ (કોઈ પણ એક)
૬. બેંક પાસબુક (માતા અથવા પિતા અથવા બાળકની બેન્ક પાસબુક) 
૭. વિદ્યાર્થીના બે ફોટા
૮. પિતાનો જાતિનો દાખલો
9. BPL નો દાખલો (જો BPL કેટેગરીમાં આવતા હોય તો) 
(નોંધ: BPL રેશન કાર્ડ માન્ય ગણવામાં આવશે નહીં.)

બધા ડૉક્યુમેન્ટ ઓરીજનલ અપલોડ કરવા

ફોર્મ સમયે અપલોડ કરવાના ડૉક્યુમેન્ટ : અહી ક્લિક કરો 


RTE હેઠળ ઓનલાઇન અરજીને કન્ફર્મ કર્યા પછી અરજીની પ્રિન્ટ કાઢીને આપની પાસે એડમિશનની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી સાચવીને રાખવી. આપનું ફોર્મ કોઈ પણ જગ્યાએ જમા કરાવવાનું નથી.

>>>>   શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માં આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ તા. ૩૦/૦૩/૨૦૨૨ થી તા.૧૧/૦૪/૨૦૨૨ ના રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી ભરી શકાશે.
>>>>   વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર-પુરાવા જેવા કે જન્મ-તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/કેટેગરીનો દાખલો, તેમજ આવકનો દાખલો (લાગુ પડતો હોય ત્યાં) વગેરે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહી.




નોંધ : 
>>> તમામ પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન રહેશે વાલીઓએ ઓનલાઈન  ફોર્મ ભરી ક્યાય પણ જમા કરાવવા જવાનું નથી... 
>>> જેથી કરી ફોર્મ કાળજી પૂર્વક ભરવું..., ક્યાય પણ ભૂલ ના રહે તેની કાળજી લેવી.  

>>> કન્ફર્મ કરેલ અરજીમાં અરજદાર પોતાનો રજીસ્ટર મોબાઇલ નંબર બદલવા માગતા હોય તેઓ ઓનલાઈન એપ્લીકેશનમાં Edit નો ઉપયોગ કરી સુધારો કરી શકશે. નવા રજીસ્ટર મોબાઈલ નંબર ઉપર હવે પછીના મેસેજ આવશે તેનું ધ્યાન રાખવું.

ગુજરાત સરકારની R.T.E. યોજના હેઠળ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં ધો.૧ માં આવનાર બાળકો કે જે બાળકનો જન્મ ૫ થી ૭ વર્ષની વચ્ચે હોય તો તે બાળકોના વાલીઓ પોતે વેબસાઈટ પર ઓનલાઇન ફોર્મ ભરી R.T.E અંતર્ગત પોતાના બાળકને પોતાની પસંદગીની શાળામાં ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમમાં એડમિશન મેળવી ધો ૧ થી ૮ સુધી શાળા ફી , પુસ્તકો , યુનિફોર્મનો ખર્ચ સરકાર દ્વારા મેળવી શકે છે.


 અરજી કરવા માટે અત્યાર થી ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કરી રા‌ખો. 

વધારે માહિતી માટે : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

વધુ જાણકારી માટે વેબસાઇટ જોતાં રહો 

કુલ ડૉક્યુમેન્ટનું લિસ્ટ : અહી ક્લિક કરો


એડમિશન પ્રોસેસ 



>> વાલી જોગ ખાસ સૂચના <<
👇👇👇


વારંવાર પૂછાતા પ્રશ્નો : અહી ક્લિક કરો


Help Line

For Support: 079-39276000

(During working days - 11:00 AM to 5:00 PM)



એડમિશન ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

https://rte.orpgujarat.com/ApplicationForm





::: હેલ્પલાઇન નંબર ::: 

Post a Comment

0 Comments