Header Ads Widget

Responsive Advertisement

Letest Update

6/recent/ticker-posts

> આગંણવાડી ફોર્મ માટે સૂચના... 👇👇

> આગંણવાડી ફોર્મ માટે સૂચના... 👇👇

  1. મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત સંકલિત બાળ વિકાસ સેવા યોજનામાં આંગણવાડી કાર્યકર/તેડાગરની ભરતી પ્રકિયા માટે સરકારશ્રીના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાહર પાડવામાં આવેલ ઠરાવ ક્ર્માંક નં. આઇસીડી/૧૦૨૦૧૯/૧૬૫૨/બ (પાર્ટ-૨), તા.૨૫/૧૧/૨૦૧૯થી આંગણવાડી કાર્યકર/તેડાગરની પસંદગી માટેના ધોરણો, કાર્યકર/તેડાગર સેવાપોથી, EHRMS, અને ઓનલાઇન ભરતી પ્રક્રિયા અંગેની ધોરણો, માનદસેવા, સમીક્ષા, શિસ્ત બાબતના નિયમોને અધીન રહેશે. આ ઠરાવ તથા તેના સંબંધિત વખતોવખતના સુધારા આદેશો અને તેની તમામ શરતો મને બંધનકર્તા રહેશે.
  2. અરજદાર દ્રારા એકવાર ઓનલાઇન અરજી કન્ફર્મ થયા બાદ સુધારાને અવકાશ રહેશે નહી.
  3. અરજીફોર્મમા ભરેલ માહિતી અને અપલોડ કરેલા દસ્તાવેજોની વિગતોમાં કોઇ પણ વિસંગતતા હશે તો અરજદારની ઉમેદવારી રદ્દ ગણાશે. અપલોડ કરેલ અસલ દસ્તાવેજો બરાબર વાંચી શકાય તે પ્રકારના હોવા જોઇએ અન્યથા ફોર્મ રદ્દ થવાપાત્ર ગણાશે. આ બાબતે અરજદારની કોઇપણ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહી.
  4. જે કિસ્સાઓમાં અરજદારે એક કરતા વધારે પ્રયત્ન કરી પરીક્ષા પાસ કરેલ હશે તો તેવા કિસ્સાઓમાં અરજદારએ દરેક પ્રયત્નની માર્કશીટ સ્કેન કરી અપલોડ કરવાની રહેશે, એકથી વધુ પ્રયત્ને પાસ થનાર ઉમેદવારે જે તે માર્કશીટનાં પાસ થયેલા વિષય/વિષયોનાં ગુણ જ ગણવાનાં રહેશે. ત્યારબાદ ફરીથી પાસ થયેલ વિષય/વિષયોનાં ગુણ ગણવા. આમ, કુલ ૭ વિષયનાં કુલગુણ ૭૦૦ હોય તો જુદી-જુદી માર્કશીટ પૈકી ૭૦૦ માંથી પાસ થયેલા વિષયોના ગુણજ ગણવા. દા.ત. કુલ-ગુણ ૭૦૦ માંથી ૩૨૫ મેળવેલ ગુણ હોય જેમાં એક વિષયનાં ૨૫ ગુણ સાથે નાપાસ હોય તો મેળવેલ ગુણ ૩૦૦ ગણવાનાં રહેશે. ત્યારબાદ તે વિષયમાં પાસ થવાથી ૫૦ ગુણ હોય તો કુલગુણ ૭૦૦ માંથી મેળવેલ ગુણ ૩૫૦ થશે.
  5. જે કિસ્સામાં માર્ક્સશીટમાં ગ્રેડ/સ્કોર (CPI/CGPA) દર્શાવેલ હોય તે કિસ્સામાં યુનિવર્સિટી/કોલેજ દ્વારા જારી કરવામાં આવેલ ગ્રેડ/સ્કોરમાંથી ગુણ/ટકાવારીની ગણતરી અથવા યુનિવર્સિટી/કોલેજ પાસેથી જ એ ગણતરી થયેલ માર્ક્સ/ટકાવારીનું પ્રમાણપત્ર/માર્ક્સશીટ ફરજિયાત અપલોડ કરવાનું રહેશે.
  6. આ અરજી પત્રક માત્ર ઉમેદવારી નોંધવવા માટે છે. તે નિમણૂંક અંગેની દાવેદારી સબબ ગણવામાં આવશે નહી.
  7. અરજદારનું નામ અંગ્રેજી તથા ગુજરાતીમાં એમ બન્ને રીતે ભરવાનું રહેશે, અને આ સિવાયની તમામ વિગતો અરજદાર દ્વારા અંગ્રેજીમાં ભરવાનુ રહેશે.
  8. આંગણવાડી કાર્યકર/ તેડાગરની માનદસેવામાં પસંદગી માટે મેરીટ આધારીત પસંદગી પધ્ધતિ હોય, ઉમેદવારે અભ્યાસ પૂર્ણ કરેલ શૈક્ષણીક લાયકાત ધોરણ-૧૦/ ધોરણ-૧૨/ ડીપ્લોમા/ સ્નાતક/ અનુસ્નાતક વિગેરે. કોર્ષની વિગતો અરજીમાં દર્શાવવાની રહેશે અને જો આ વિગતો અધુરી/અપૂર્ણ/ખોટી આપેલ હશે તો અરજી રદ્દ થશે.
  9. શૈક્ષણિક લાયકાતની સામે ગુણ અથવા તો ટકાવારીમાં જ માહિતી ભરવાની રહેશે. જે માન્ય યુનિ./કોલેજના માર્કશીટ મુજબ જ હોવી જોઈએ. કોઇએક શૈક્ષણિક લાયકાત કોર્ષમા મેળવેલ ગુણ દર્શાવવાની પધ્ધતિ ગુણ અથવા ટકાવારી એમ બે પૈકી કોઇ એક પ્રકારની પધ્ધતિથી દર્શાવવાની રહેશે.
  10. ફક્ત અરજદાર દ્વારા કન્ફર્મ કરેલ અરજી જ સ્ક્રુટિની માટે ધ્યાને લેવામાં આવશે
  11. અરજદાર દ્વારા અરજી ફોર્મમાં દર્શાવવામાં આવલા બન્ને નામો (રજીસ્ટ્રેશન અને SSC પ્રમાણેના નામ) સિવાય કોઇ અન્ય નામથી પ્રમાણપત્ર/દસ્તાવેજો માન્ય રહેશે નહિ અને આ કિસ્સામાં અરજી રદ્દ ગણાશે. રજીસ્ટ્રેશન વખતે ભરેલ નામ જ માનદસેવામાં નિમણુક માટે માન્ય રાખવામાં આવશે.
  12. કન્ફર્મ એપ્લિકેશન કરતાં પહેલા અરજદારે અપલોડ કરેલ બધા જ દસ્તાવેજો ઓપન કરીને ખાત્રી કરી લેવાના રહેશે, જેથી સાચા અને ઓરીજનલ દસ્તાવેજો સારી રીતે અપલોડ થયેલ છે, તેની અરજદારે જાતે ખાતરી કરવી ત્યારબાદ તે અંગે કોઇપણ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહિ.

Post a Comment

0 Comments