માનવ કલ્યાણ યોજના
રૂ. 25000/- ની કિંમતના સાધનો ફ્રી (મફત) માં...
(ધંધા માટે સાધનો ફ્રી માં)MKC
ફોર્મ ભરવા માટે તા. : 15/03/2022 થી 15/05/2022 સુધી
>> યોજનાનો હેતુ :
નાનો ધંધો-રોજગાર કરવા ઇચ્છુક હોય તેવી વ્યક્તિઓને સ્વરોજગારીના ધંધા- રોજગાર અનુરૂપ કિટ્સ આપવામાં આવે છે.
***** અરજદારશ્રીની વય મર્યાદા ૧૮ થી ૬૦ વર્ષ હોવી જોઇએ.
***** ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો ફરજીયાત છે.
***** અનુસૂચિત જાતિ પૈકી અતિપછાત જાતિ માટે કોઇ આવક મર્યાદા નથી.
***** લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટૃંબના સભ્યો દ્વારા આ યોજના હેઠળ અગાવ લાભ લીધેલ હશે તો પુન: આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર નથી.
>>> કુલ – 27 પ્રકારના વ્યવસાય માટે ટૂલ કિટ્સ આપવામાં આવે છે.(યાદી નીચે મુજબ છે.)>>> ફોર્મ ભરતા સમયે ખૂબ જ કાળજી લેવી, અને ફોર્મની સંપૂર્ણ વિગત ધ્યાનપૂર્વક વાંચી લેવી, ફોર્મ ભર્યા બાદ તમામ વિગત એક વાર જાતે તપાસી લેવી...
>>> ફોર્મ ભરતા સમયે જો બની શકે તો તમામ ઓરીજનલ ડૉક્યુમેન્ટ અપલોડ કરવા.
ફોર્મ શરૂ થાય તે પહેલા બધા જરૂરી ડૉક્યુમેન્ટ તૈયાર કરી રાખવા...MKC Pithalpur
***** ૦ થી ૧૬નો સ્કોર ધરાવતાં લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી
***** અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- સુધી હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.- કડીયાકામ
- સેન્ટીંગ કામ
- વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
- મોચી કામ
- ભરત કામ
- દરજી કામ
- કુંભારી કામ
- વિવિધ પ્રકારની ફેરી
- પ્લ્બર
- બ્યુટી પાર્લર
- ઇલેક્ટ્રીક એપ્લાયંસીસ
- ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
- સુથારી કામ
- ધોબી કામ
- સાવરણી સુપડા બનાવનાર
- દુધ-દહીં વેચનાર
- માછલી વેચનાર
- પાપડ બનાવટ
- અથાણાં બનાવટ
- ગરમ, ઠંડાપીણાં, અલ્પાહાર વેચાણ
- પંચર કીટ
- ફલોરમીલ
- મસાલા મીલ
- રૂ ની દીવેટ બનાવવી (સખી મંડળની બહેનો)
- મોબાઇલ રીપેરીંગ
- પેપર કપ અને ડીશ બનાવટ (સખી મંડળ)
- હેર કટીંગ (વાળંદ કામ)MKC
>> રજૂ કરવાના ડોક્યુમેન્ટ :
- આધાર કાર્ડ
- રેશન કાર્ડ
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/લાઇસન્સ/ભાડાકરાર/ચુંટણી કાર્ડ/પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજો પૈકી કોઈ એક)
- જાતિનો દાખલો
- આવકનો દાખલો
- અભ્યાસનો પુરાવો
- વ્યવસાય લક્ષી તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો
- બાંહેધરીપત્રક
- મોબાઈલ નંબર (ચાલુ હોય તે અને કાયમી હોય તેવો જ મોબાઈલ નંબર આપવો.)
- ઈમેઈલ આઇડી (ઈમેઈલ ચાલુ હોય તે આપવું.)MKC
>>> ફોર્મ ભરતા સમયે જો બની શકે તો તમામ ઓરીજનલ ડૉક્યુમેન્ટ અપલોડ કરવા.
0 Comments