Header Ads Widget

Responsive Advertisement

Letest Update

6/recent/ticker-posts

માતૃભાષા દિવસ....

**********
આજે છે વિશ્વ માતૃભાષા દિવસ. ગુજરાતી ભાષાનો મહિ‌મા કરવાનો દિવસ.
એકવીસમી ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ એ હકીકતમાં માતૃભાષા માટે આંદોલનનો દિવસ છે. પરંતુ હું તો તેને ઉજવણીનો દિવસ કહીશ. કારણ કે ભાષા એ અભિવ્યક્તિનું માધ્યમ છે. મારી માતૃભાષામાં હું મારા વિચારો અને મારી જાતને વધુ સારી રીતે સ્પષ્ટ કરી શકું છું.
મા, માતૃભાષા અને માતૃભૂમિનો અન્ય કોઇ વિકલ્પ નથી! અંગ્રેજી ભાષાને ભાંડવાથી આપણી ભાષા જીવી નહીં જાય. તેના માટે આપણે સૌએ સાથે મળીને કામ કરવું પડશે.
આપ માતૃભાષાને ચાહો છો. ભાઈ! આજના આ દિવસનો  હેતુ પણ  આપણી માતૃભાષા છે. આપણે બધા દૂર દૂર સુધી જોડાયેલા છીએ તે પણ આપણી માતૃભાષાને કારણે જ તો… કહેવાય છે કે,
જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ..પરંતુ, જ્યાં ન પહોંચે કવિ, ત્યાં પહોંચે ગુજરાતી.
અને એટલે જ.. હા, આજના ‘વિશ્વ માતૃભાષા દિવસ’ નિમિતે આપ સર્વને ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!!

Post a Comment

0 Comments